પાંચ રાજ્યના વિધાનસભા ચૂંટણી પરિણામો અંગે પ્રતિક્રિયા : 10-03-2022

પાંચ રાજ્યના વિધાનસભા ચૂંટણી પરિણામો અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, પાંચ રાજ્યોમાં જાતિવાદ, ધાર્મિક ધ્રુવિકરણથી દુર રહીને જનતાને સ્પર્શતા મુળભૂત મુદ્દાઓ જેવા કે, બેરોજગારી, મોંઘવારી, ખાડે ગયેલુ અર્થતંત્ર, શિક્ષણ, આરોગ્ય, વગેરે જેવા મુદ્દાઓ-પ્રશ્નોને કોંગ્રેસ પક્ષે મજબુતાઈથી વાચા આપીને ચૂંટણી લડ્યાં છીએ. પરંતુ ચૂંટણીમાં ભાવનાત્મક મુદ્દાઓ મુળભૂત મુદ્દા ઉપર હાવી થઈ ગયા છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામો ખાસ કરીને ગોવા, ઉત્તરાખંડ અને પંજાબમાં અપેક્ષાથી વિપરીત છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note