પત્રકાર પરિષદ : 11-06-2017
મહેસાણા જેલમાં બલોલના પાટીદાર યુવાનનું કસ્ટોડિયલ ડેથ થયું છે. સમગ્ર ઘટનાની ગંભીરતા રાજ્ય સરકાર દ્વારા દાખવવામાં આવી નથી. જેના કારણે મહેસાણા અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં બર્બરતાથી પાટીદાર યુવાનના મોતના લીધે ભારે આક્રોશની લાગણી ફેલાઈ છે. મૃતક પાટીદાર યુવાનના પરિવારને ન્યાય મળે અને જે રીતે પાટીદાર યુવાનનું કસ્ટડીમાં મોત થયું છે તે બનાવની તપાસ સીબીઆઈ દ્વારા થવી જોઈએ અને જવાબદાર સામે ૩૦૨ નો ગુન્હો દાખલ કરવો જોઈએ. નવેસરથી કરેલ પોસ્ટમોટર્મનો રીપોર્ટ તાત્કાલિક મળવો જોઈએ. તેવી માંગ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદમાં સંબોધન કર્યું હતું. જેમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોતજી અને પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો