પત્રકાર પરિષદને સંબોધન કરતા શ્રી જીગ્નેશ મેવાણી : 04-02-2023
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી અને વડગામનાં કોંગ્રેસ પક્ષનાં ધારાસભ્યશ્રી જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે દુનિયાનું સૌથી મોટું કોર્પોરેટ સ્કેમ દેશમાં ચાલી રહ્યું છે. તાજેતરમાં ટ્વીટર પર ‘ચોકીદાર હી ચોર હૈ’ હેસટેગ ટ્રેન્ડીંગ થઈ રહ્યું છે. હિડનબર્ગ રિપોર્ટને પગલે દેશમાં આર્થિક સંકટ ઉભું થયું છે. અદાણી ગ્રુપના સ્કેમ અંગે સીબી, ઇડી, સીબીઆઈ, આરબીઆઇ કેમ ચૂપ છે. કોંગ્રેસ પક્ષ નાના અને મધ્યમ વર્ગનાં ઉદ્યોગકારો સાથે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો