પત્રકારો સાથે ગેરવર્તણૂક, દાદાગીરી તેમજ ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન : 09-09-2018

  • પત્રકારો સાથે ગેરવર્તણૂક, દાદાગીરી તેમજ ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન કરી લોકશાહીના ચોથા આધારસ્તંભ ગણાતા મીડિયાનો અવાજ દબાવવાનો પ્રયાસ
  • ખેડૂતો-યુવાનોના અધિકાર છીનાવનાર ભાજપનો અસલી હિંસક ચહેરો પોલીસના માધ્યમથી પોત પ્રકાશ્યું
  • તમામ મોરચે નિષ્ફળ, ચોતરફ ઘેરાયેલ ભાજપની હુંસાતુંસી બહાર ન આવે તે માટે પોલીસ દ્વારા પત્રકારો પર હુમલો

પત્રકારો સાથે ગેરવર્તણૂક, દાદાગીરી તેમજ ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન કરી લોકશાહીના ચોથા આધારસ્તંભ ગણાતા મીડિયાનો અવાજ દબાવવાનો પ્રયાસને સખત શબ્દોમાં વખોડી કાઢતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ખેડુતોની દેવામાફી તેમજ પાટીદાર સમાજ ને અનામત ની માંગ સાથે આમરણાંત ઉપવાસ આદોંલન કરી રહેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ હોસ્પીટલ થી ડીસ્ચાર્જ લઇ પોતાના ઘરે જઇ રહ્યા હતા, ત્યારે તેમના ઘરની જતા રસ્તા તરફ ના ગેટ પાસે જ તેમના કાફલા સાથે જઇ રહેલા પત્રકારોને પોલીસકર્મીઓએ રોક્યા હતા અને પત્રકારોને અંદર જવાની મનાઇ છે, એવુ જણાવ્યુ હતુ તેમજ ઘટના નુ વિડીયો રીપોટીંગ કરી રહેલા કેમેરામેનો નો કેમેરો ઝુંટવી લઇ કેમેરો તોડવાનો પ્રયાસ કર્યો હતો, પત્રકારો સાથે ગંદી ભાષામાં ગાળા-ગાળી, ધક્કા-મુક્કી કરી બેહુદુ વર્તન કર્યું હતુ, પત્રકારોને જોઈ લેવાની ધમકી ફરજ પરના હાજર અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ હતી જે ઘણી જ ગંભીર બાબત છે

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note