પંજાબના મુખ્યમંત્રી પદે ચરણજીત ચિન્નને ઉમેદવાર : 15-02-2022
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના ઓ.બી.સી., એસ.સી., એસ.ટી., લઘુમતિ વિભાગ દ્વારા પંજાબના મુખ્યમંત્રી પદે ચરણજીત ચિન્નને ઉમેદવાર ઘોષિત કરવા બદલ કોંગ્રેસ પક્ષ અને શ્રી રાહુલ ગાંધીજીનો આભાર વ્યક્ત કરવા આયોજિત સંમેલનમાં કોંગ્રેસ પક્ષના સંગઠન ગુજરાત પ્રભારી ડૉ. રઘુ શર્મા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ હંમેશા દલિત-આદિવાસી, મુસ્લિમ અને ઓબીસી સહિત સર્વે સમાજને સાથે લઈને ચાલે છે. પંજાબમાં એક સામાન્ય મધ્યમવર્ગમાંથી આવતા દલિતના દીકરાને મુખ્યમંત્રી બનાવ્યા તે બદલ શ્રી રાહુલ ગાંધીજીનો અને કોંગ્રેસ પાર્ટીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો