ન્યાય-અન્યાયની વ્યાખ્યા અંગે જવાબ માંગતા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી : 20-09-2015

રાજ્યમાં કોઈ પણ યુવકને અન્યાય નથી થયો, અરજી ન કરી હોય તો નોકરી ક્યાંથી મળે, અરજી કરવા ભણવું પડે, ઇન્ટરવ્યુ આપવું પડે, જેમાં પાસ થશો તો નોકરી મળશે જ તેવી વાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી કરી રહ્યા હોય ત્યારે ન્યાય-અન્યાયની વ્યાખ્યા અંગે જવાબ માંગતા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ભાજપ શાસનમાં છેલ્લા ૧૦ વર્ષમાં ફિક્સ પગાર આધારિત ભરતી પ્રક્રિયામાં અનેક ગેરરીતિઓ અને વિસંગતાઓએ રાજ્યના ઉચ્ચ કારકિર્દી ધરાવતા સામાન્ય અને માધ્યમ વર્ગના લાખો યુવાનોનો ભોગ લીધો છે. ગુજરાત જાહેર સેવા આયોગ, ટેટા/ટાટ, તલાટી કૌભાંડ, ગુણ સુધારણા કૌભાંડ અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૨૦૦૭ થી ૨૦૧૨માં કરોડો રૂપિયાનું ભરતીમાં કૌભાંડ થયું છે આ અંગે યુવાનોએ વિજીલન્સ કમીશનમાં અને રાજ્ય સરકાર સમક્ષ અનેક રજુઆતો કરી પણ પરિણામ શૂન્ય રહ્યું. ત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રી જવાબ આપે કે ગુજરાતના યુવાનોને ન્યાય થયો છે કે અન્યાય ?
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note