નોટબંધી મુદ્દે મોદીને ઘેરતાં રાહુલે ફરી કહ્યું, પેટીએમ એટલે ‘પે ટુ મોદી?

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજસ્થાનનાં બારાં ખાતે એક રેલીને સંબોધતી વખતે નોટબંધીનો મુદ્દો ઉઠાવીને ફરી એક વાર કેન્દ્ર સરકાર પર આક્રમણ કર્યું હતું. તેમણે આક્ષેપ કર્યા હતા કે વીતેલાં અઢી વર્ષમાં મોદીએ માત્ર દેશના ભાગલા પાડવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે ‘જ્યારથી મોદી સરકાર આવી છે ત્યારથી એક ટકા અમીરોના હાથમાં દેશનું ૬૦ ટકા ધન કેન્દ્રિત થઈ ગયું છે.ક્ર

રાહુલે કહ્યું કે તે ધનવાનો એ લોકો છે કે જેઓ મોદીજી સાથે વિમાનમાં બેસીને અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જાય છે. ગરીબોની સરકાર ચલાવી રહ્યા હોવાના દાવા સામે સવાલ ઉઠાવ્યા હતા. રાજસ્થાન અને દિલ્હી બંને સ્થાને સૂટબૂટની સરકાર છે. કેશલેસ વ્યવસ્થા અને પેટીએમનો ઉલ્લેખ કરતાં રાહુલે કહ્યું કે પેટીએમનો અર્થ છે પે ટુ મોદી.

http://sandesh.com/notabandhi-on-him-surrounded/