નોટબંધીના 50 દિવસ પૂર્ણ થતા જ કોંગ્રેસે મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી ગુરૂદાસ કામતે નોટબંધી પર પીએમ મોદી અને ભાજપ સરકારને આડે હાથ લીધી. ગુરૂદાસ કામતે આક્ષેપ કર્યો કે, નોટબંધીની જાહેરાત કરી મોદીએ લોકોને ગુમરાહ કર્યા છે. ભ્રષ્ટાચારના નામે દેશને બાનમાં લેવાયો. સૌથી વધુ આમ આદમીને પરેશાની થઈ છે. એટલે કોંગ્રેસ મોદી પાસે આનો જવાબ માંગવા માટે આગામી દિવસોમાં આક્રમક કાર્યક્રમો આપશે. તેમણે મોદીને નબળા વહીવટદાર ગણાવ્યા.
http://www.gujarati.gstv.in/index.php/79-headlines/51512-video-%E0%AA%A8%E0%AB%8B%E0%AA%9F%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-50-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3,-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%97%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87-%E0%AA%95%E0%AB%8B%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8-‘%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AC-%E0%AA%A6%E0%AB%8B’-%E0%AA%86%E0%AA%82%E0%AA%A6%E0%AB%8B%E0%AA%B2%E0%AA%A8-%E0%AA%9A%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B6%E0%AB%87.html