નોટબંધીના ૨૮ મા દિવસે પણ પ્રજા ત્રસ્ત અને વડાપ્રધાન ભાષણમાં મસ્ત : 06-12-2016
નોટબંધીના ૨૮ મા દિવસે પણ પ્રજા ત્રસ્ત અને વડાપ્રધાન ભાષણમાં મસ્ત છે. ૧૪.૫ લાખ કરોડમાંથી ૧૨.૬ લાખ કરોડની ૫૦૦-૧૦૦૦ ની નોટની રકમ બેન્કમાં જમા થઈ ગઈ છે, તો કાળુ નાણું છે ક્યાં? મધ્યમ વર્ગ અને ગરીબોને હેરાન કરનાર ભાજપે અને વડાપ્રધાનને દેશને જવાબ આપવો પડશે. નોટબંધી બાદ ઉભી થયેલ અવ્યવસ્થા – અરાજક્તા અને રૂા. ૧૩૮૬૦ કરોડના કાળા-ધોળા નાણાંની કરામત કરનાર શ્રી મહેશ શાહ નામના મહોરા પાછળ છુપાયેલા ચહેરા કોણ? ત્યારે ભાજપ સરકારની મોદી-માલીયા-મહેશ શાહ નામના ત્રિવેણી સંગમ પર પત્રકાર પરિષદમાં આકરા પ્રહાર કરતા શ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, મહેશ શાહ નામનો શખ્સ ૧૩૮૬૦ કરોડનું કાળુનાણું જાહેર કરે છે, આ કાળુ નાણું ભાજપના સત્તાધીશો નું હશે? જે નામો જાહેર કરવા માટે સંગીત ખુરશી રમત રમાડી રહેલા શ્રી મહેશ શાહના છેલ્લા ચાર દિવસથી જે રીતે સરકારી વિશેષ સગવડો ભોગવી રહ્યાં છે. ઈન્કમ ટેક્ષ વિભાગ પણ ખડે પગે હાજર છે. પોલીસ તંત્ર તેમને વિશેષ સલામતી ઉડીને આંખે વળગે તે રીતે અપાઈ રહી છે. ત્યારે આ બધી વ્યવસ્થા માટે દિલ્હી કે ગાંધીનગરથી કોણ સુચના આપી રહ્યું છે? શ્રી મહેશ શાહ છેલ્લા ૨૫ દિવસમાં કોને કોને મળ્યાં, કોની સાથે વાત કરી, આ તમામ બાબતો કોલ ડીટેલ રીપોર્ટ જાહેર કરવામાં આવે તો ભાજપના વરિષ્ઠ નેતાઓની પોલ ખુલી જશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો