નેશનલ હેરાલ્ડ કેસના વિરુધ્ધમાં ધરણા
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધી સામે ભાજપના કિન્નાખોરી ભર્યા પગલાને પ્રજા સમક્ષ ખુલ્લું મુકવા અને સત્ય હકીકતો ઉજાગર કરવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં ધરણા/પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.