નેશનલ લેન્ડા રેકોર્ડઝ મોર્ડેનાઈઝેશન પ્રોગ્રામ હેઠળ રાજયમાં ૧.૨૫ કરોડ સરવે નંબરોની નવી માપણી ૧૦૦ ટકા ભુલ ભરેલી અને ખોટા નકશાઓ બન્યાલ : 22-06-2017

  • નેશનલ લેન્‍ડ રેકોર્ડઝ મોર્ડેનાઈઝેશન પ્રોગ્રામ હેઠળ રાજયમાં ૧.૨૫ કરોડ સરવે નંબરોની નવી માપણી ૧૦૦ ટકા ભુલ ભરેલી અને ખોટા નકશાઓ બન્‍યા છે, સમગ્ર રાજયની માપણી રદ કરવાની અને જુની માપણીના આધારે બનેલા નકશાઓ માન્‍ય રાખવાની કોંગ્રેસની માંગણીઃ શ્રી ભરતસિંહ સોલંકી – શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા
  • નવી જમીન માપણીના આધારે બનેલા લેન્ડ રેકોર્ડઝથી ભાઈઓ-ભાઈઓ અને પડોશીઓ-પડોશીઓ વચ્ચે કાનૂની લડાઈ અને વેરઝેર ઉભું થશે – શ્રી ભરતસિંહ સોલંકી – શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા
  • તમામ જિલ્લાઓમાં બિન અનુભવી ખાનગી માપણી એજન્સીઓએ અક્ષાંશ-રેખાંશને અવગણીને ઓફિસમાં બેસીને જમીન માપણીના બનાવટી રેકોર્ડસ બનાવ્યા, તેનું પ્રમોલગેશન પણ થઇ ગયું અને એજન્સીને બીલ પણ ચૂકવાઈ ગયા
  • જામનગર જીલ્લામાં ૪૧૫ ગામમાંથી નમુનારૂપ ૭૧૧ અરજીઓમાં ચકાસણી કરતાં માપણી ૧૦૦ ટકા ખોટી ઠરી, રેકોર્ડસની ક્ષતિઓ સુધારવી અશક્ય ગણાવીને પુનઃ માપણી કરવા લેન્ડ રેકોર્ડસ કચેરીની ભલામણ
  • જામનગર લેન્ડ રેકોર્ડસ કચેરીના પાંચ પાનાના અહેવાલમાં જુનો રેકોર્ડઝ ખરાબ થયાનો, નવો રેકોર્ડઝ બનાવટી હોવાનો અને નાગરીકો વચ્ચે તકરાર, ખુનામરકી કરાવનારો હોવાનું તારણ આપતો સુપ્રિટેન્ડેન્ટ ઓફ લેન્ડ રેકર્ડ જામનગરનો અહેવાલ સેટલમેન્ટ કમિશ્નર પાસે છેલ્લા ચાર માસથી પડ્યો છે. આ અહેવાલ અંગે કાર્યવાહી કરવાના બદલે અહેવાલ દબાવી દેવામાં આવ્યો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

Attach. 22-06-2017