નેનોના ૨.૫ લાખ કારના ઉત્પાદન સામે માત્ર ૩૮,૦૦૦ કાર બની
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકારે આપેલા અબજો રૂપિયાના લાભો સાથે ટાટા નેનો કાર પ્રોજેક્ટમાં દર વર્ષે ઓછામાં ઓછી ૨.૫ લાખ કાર ઉત્પાદન કરવાની હતી, તેની સામે બે વર્ષમાં માત્ર ૩૮૬૧૩ કારનું જ ઉત્પાદન કરવામાં આવ્યું છે.
પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું છે કે ભાજપ સરકારે મોટી જાહેરાત કરીને સાણંદ ખાતેની ૧૧૦૦ એકર જમીન બજાર ભાવ કરતાં ઓછા ભાવે ટાટા નેનો પ્રોજેક્ટને ફાળવી હતી. ગુજરાત ઓટો હબ બનશે અને લાખો યુવાનોને રોજગારી મળશે એવો દાવો કરવામાં આવ્યો હતો. સરકારી તિજોરીમાંથી રૂ.૩૩ હજાર કરોડ જેટલી રકમના લાભો આપવા છતાં ગુજરાતના યુવાનોને રોજગારી આપવાનો ટાટા કંપનીએ નન્નો ભણ્યો છે.
ભાજપ સરકાર અને ટાટા કંપનીએ કરેલા દસ્તાવેજો મુજબ શરતભંગ કરીને ગુજરાતની જનતા સાથે છેતરપિંડી કરવા ઉપરાંત સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન કર્યું છે.
http://www.sandesh.com/article.aspx?newsid=3163079