નીટની પરીક્ષામાં થયેલ અન્યાય વિરોધમાં પ્રતિક ધરણા

મહામહિમ રાજ્યપાલશ્રી સમક્ષ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટેની રજૂઆત બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી મોહનસિંહ રાઠવા, શ્રી શક્તિસિંહ ગોહિલ, શ્રી દિપકભાઈ બાબરિયા, શ્રી શૈલેષભાઈ પરમાર, ડૉ.દિનેશભાઈ પરમાર, ડૉ.જીતુભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ ઠાકોર, શ્રી અશોક પંજાબી, શ્રી હિમ્મતસિંહ પટેલ, શ્રી નિશિત વ્યાસ, ડૉ.મનીષ દોશી, શ્રી હિમાંશુ પટેલ, શ્રી ગુલાબસિંહ રાજપૂત, શ્રી સૂર્યસિંહ ડાભી, શ્રી સુરેશભાઈ પટેલ સહિતના આગેવાનોએ મેડીકલ પ્રવેશ સમિતિ, ગાંધીનગર ખાતે ઉપવાસી છાવણીની મુલાકાત લઈ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે તેમની તમામ લડતમાં કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ સાથે છે. તા.   ૧૭/૮/૨૦૧૭ ના રોજ અમદાવાદ ખાતે ગુજરાતના વિદ્યાર્થીઓના ન્યાય માટે યોજાનાર રેલીને પણ કોંગ્રેસ પક્ષનો સંપૂર્ણ ટેકો છે. કોંગ્રેસ પક્ષ ૧૮મી ઓગષ્ટના રોજ રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં ‘નીટ’ ના મુદ્દે ગુજરાતી માધ્યમના ૪૭,૫૮૩ વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે તમામ કલેક્ટરશ્રીઓને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપશે.