“નિરાશ, હતાશ અને બિચારા મુખ્યમંત્રી ન બની શકવાથી” રઘવાયા બનેલ ભાજપ સરકારના : 24-10-2017
ગાંધીનગર ખાતે નવસર્જન જનાદેશ સંમેલન અને અગાઉ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ત્રણ –ત્રણ દિવસના પ્રવાસમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીની ભવ્ય જનસમર્થન અને જનઆશીર્વાદ મળતા બેબાકળી બનેલ ભાજપ સરકાર ડરી ગઈ હોવાથી રોજેરોજ એલફેલ નીવેદનો દ્વારા ગુજરાતની પ્રજાનું ધ્યાન અન્યત્ર દોરી રહી છે. ત્યારે “નિરાશ, હતાશ અને બિચારા મુખ્યમંત્રી ન બની શકવાથી” રઘવાયા બનેલ ભાજપ સરકારના નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઈ પટેલે કોંગ્રેસ પક્ષ પર કરેલ અનાપ-સનાપ નિવેદન પર પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રી અને ભાજપ કોંગ્રેસ પક્ષ ખોટા ખોટા આક્ષેપો કરવાને બદલે આત્મચિંતન કરે. ભાજપના શાસનમાં શ્રી નિતીનભાઈ ને યાદ હશે જ કે, સમગ્ર દેશ વિશ્વમાં આતંકવાદીના આકા તરીકે ઓળખાતા અઝહર મસુદને રેડ કાર્પેટ પાથરીને કરોડો રૂપિયા સાથે કદંહાર સુધી મુકવા ભાજપ સરકારના તત્કાલિન કેન્દ્રીય મંત્રી પહોંચી ગયા હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો