નિરવ જગદીશભાઈ કવીએ પોતાનો ધર્મ છુપાવીને હિંદુ નામથી ચૂંટણી લડી : 24-11-2022

ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિ, રાજીવ ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કો-કન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભાજપનો ચલ, ચરિત્ર અને ચહેરો ખુલ્લો પડી ગયો છે. ભાજપના જ ૨૦૨૧માં ચૂંટાયેલા કોર્પોરેટર નિરવ જગદીશભાઈ કવીએ પોતાનો ધર્મ છુપાવીને હિંદુ નામથી ચૂંટણી લડી હતી. આ બાબતે તા. ૮-૬-૨૦૨૧ના રોજ ચૂંટણી કમિશ્નર ગાંધીનગર, અમદાવાદ શહેર પોલીસ, નવરંગપુરા પોલીસ ઈસ્પેક્ટરશ્રી અને નવરંગપુરા વોર્ડના ચૂંટણી ઓફિસરને કોંગ્રેસના ઉમેદવાર શ્રી જયકુમાર પટેલ દ્વારા લેખિત ફરીયાદ કરવામાં આવેલ હતી પરંતુ ઉચિત ન્યાય ન મળતા તા. ૨૭-૧૦-૨૦૨૧ ના રોજ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ નં. ૨૩માં ફરીયાદ કરેલ હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

DEPOSITION OF WITNESS NO. Exhibit No. GENERA HR PRESSNOTE_24-11-2022_Nirav Kavi Nirav Kavi REGISTER