નસવાડી APMCની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલનો વિજય
ભાજપની પેનલનો એકપણ ઉમેદવારની જીત નહીં
નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલનો વિજય જ્યારે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાકેશ ભટ્ટ અને માજી ધારાસભ્ય કે.ટી. ભીલ ભાજપ પ્રેરીત પેનલની હાર થઇ છે. ભાજપ પ્રેરીત પેનલનો એકપણ ઉમેદવાર ન જીતતા ભાજપ છાવણીમાં સન્નાટો છવાયેલો છે.
નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની મતગણતરી સવારે ૯ વાગ્યાથી શરૃ થઇ હતી. જેમાં ખેડૂત વિભાગની મતગણતરી પ્રથમ શરૃ થતા શરૃઆતથી જ કોંગ્રેસ પ્રેરીત પેનલના ઉમેદવારો આગળ ચાલતી હતી. બપોરના બે વાગ્યા સુધીમાં વેપારી વિભાગ ખેડૂત વિભાગની મતગણતરી પુરી થઇ ગઇ હતી. જેમાં ખેડૂત વિભાગની પેનલમાં ભાજપના માજી ધારાસભ્ય કે.ટી. ભીલ અને જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રાકેશ ભટ્ટ આ બન્ને ભાજપના દિગ્ગજો ભાજપ પ્રેરીત પેનલમાંથી હારતા ભાજપની છાવણીમાં સન્નાટો છવાઇ ગયો હતો. જ્યારે કોંગ્રેસ પ્રેરીત પેનલના ખેડૂત વિભાગમાં વિજેતા ઉમેદવાર કોળી સોમાભાઇ અંબાલાલને ૨૪૩ મત મળ્યા હતા. જ્યારે ચૌહાણ ગોપાલસિંહ શિવસિંહને ૨૫૮ મત, જ્યારે ચૌહાણ હિમ્મતસિંહ રામસિંહ ૨૪૭ મત, જ્યારે દેસાઇ મહેન્દ્ર છીતાલાલ ૨૫૧ મત મળ્યા હતા.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/baroda-gujarat-congress-apmc-market