નવસર્જન ગુજરાતના નારા સાથે અગત્યની બેઠક

નવસર્જન ગુજરાતના નારા સાથે કોંગ્રેસ આવે છે તે સંકલ્પથી આજરોજ કોંગ્રેસ પક્ષના પદાધિકારીશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રીઓ અને નવનિયુક્ત પદાધિકારીશ્રીઓની અગત્યની બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે. રાજ્યના તમામ સમાજના નાગરિકો ભાજપ સરકારથી પરેશાન છે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી તા. ૪ સપ્ટેમ્બર ના રોજ બપોરે ૨-૦૦ કલાકે અમદાવાદના કોંગ્રેસ પક્ષના કાર્યકરો આગેવાનો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના ઉમેદવારો, એ.આઈ.સી.સી.-પીસીસી ડેલીગેટ અને યુવા કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ. સેવાદળના પદાધિકારીઓ સાથે વિચાર-વિમર્શ બેઠક યોજાશે.