નવસર્જન આદિવાસી અધિકાર જનસભા – ડેડીયાપાડા
ગુજરાત રાજ્યના ૫૭માં સ્થાપના દિવસ તેમજ વિશ્વ કામદાર દિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ડેડીયાપાડા ખાતે નવસર્જન આદિવાસી અધિકાર જનસભામાં ૧ લાખ કરતાં વધુ જંગી જનમેદની ઉમટી પડી હતી. આદિવાસી સમૂદાયના દેવમોગરા સ્થિત કૂળદેવી પાંડુરી માતાના દર્શન કરીને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીનું જનસભામાં આગમન થયું હતું. આ દરમ્યાન છત્તીસગઢમાં શહીદ થયેલા જવાનોને મૌન પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. ડેડીયાપાડા સ્થિત યોજાયેલ નવસર્જન આદિવાસી અધિકાર જનસભાને ૧૦૦ મી ઈન્દીરાજીની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સમર્પિત કરવામાં આવી હતી. આ દરમ્યાન મંચ પર પરંપરાગત નૃત્યગાન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.
નવસર્જન આદિવાસી અધિકાર જનસભામાં શ્રી મધુસૂદન મિસ્ત્રી, શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, સિધ્ધાર્થભાઈ પટેલ, શક્તિસિંહ ગોહિલ, દિપક બાબરીયા, ડૉ. પ્રભાબેન તાવીયાડ, નારણભાઈ રાઠવા, ઈરશાદ બેગ મિરઝા, નરેશ રાવલ સહિત કોંગ્રેસના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.