નવનિયુક્ત સેવાદળ તથા મહિલા કોંગ્રેસ પ્રમુખશ્રીનો પદગ્રહણ સમારંભ : 25-10-2018

આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે નવનિયુક્ત સેવાદળ મુખ્ય સંગઠક શ્રી ઋત્વિક મકવાણા તથા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રી ગાયત્રીબા વાઘેલાએ પ્રદેશ પ્રમુખશ્રી અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણી, ગુજરાતના સહપ્રભારી શ્રી બીશ્વરંજન મોહંતીજી, અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષશ્રી લાલજીભાઈ દેસાઈ, અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના પ્રભારી શોભનાબેન શાહ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, શ્રી અર્જુન મોઢવાડિયા, અખિલ ભારતીય કોંગ્રેસના પ્રવક્તાશ્રી શક્તિસિંહ ગોહિલ, ગુજરાત સેવાદળના પૂર્વ મુખ્ય સંગઠક શ્રી મંગલસિંહ સોલંકી, ધારાસભ્ય સર્વશ્રી શ્રીમતી ચંદ્રિકાબેન બારિયા, શ્રી હર્ષદભાઈ રીબડીયા, શ્રી બાબુભાઈ વાજા, શ્રી બ્રિજેશ મેરજા, શ્રી લલિત કગથરા, શ્રી પુરુષોતમભાઈ સાબરીયા, શ્રી નૌશાદ સોલંકીની ઉપસ્થિતિમાં સેવાદળ તથા મહિલા કોંગ્રેસના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ પદગ્રહણ સમારોહમાં સમગ્ર ગુજરાત માંથી ખુબ જ મોટી સંખ્યામાં મહિલા કોંગ્રેસ તથા સેવાદળના કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note