નર્મદા નદી સૂકાઈ રહી છે ત્યારે દરિયાઈ પાણીને અટકાવવા- સમસ્યાના ઉકેલ માટે પાંચ પગલાં રાજ્યસભામાં સરકારને સૂચવતા શ્રી અહેમદ પટેલ : 27-07-2016

  • ક્ષારયુક્ત પાણીને લીધે ખેતી અને ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે સમસ્યાના ઉકેલ માટે પાંચ પગલાં રાજ્યસભામાં સરકારને સૂચવતા શ્રી અહેમદ પટેલ
  • ભરૂચ જિલ્લામાં નર્મદા નદી સૂકાઈ રહી છે ત્યારે દરિયાઈ પાણીને અટકાવવા માટે કોઝવેનું નિર્માણ કરવાની માંગ કરતા શ્રી અહેમદ પટેલ

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ અને રાજ્યસભાના સાંસદશ્રી અહમદ પટેલે આજ રોજ રાજ્યસભામાં નર્મદા નદીમાં હાલ ઉભી થયેલી ગંભીર પરિસ્થિતિ અંગે વિસ્તૃત રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, નર્મદા નદી આસ્થા, શ્રધ્ધા અને વિશ્વાસનું પ્રતિક છે સાથોસાથ નર્મદા કાંઠના વિસ્તારમાં આવતા નાગરિકો માટે આજીવિકાનું સાધન છે. ચોમાસામાં દોઢ કિલો મીટરનું નર્મદા નદીનું મુખ હોય છે પણ, ચોમાસા સિવાય ઋતુમાં માત્ર ૪૦૦ મીટર જેટલું જ મુખ થઈ જાય છે. ગુજરાતમાં ભરૂચ જિલ્લા નજીકના વિસ્તારમાં નર્મદા નદી સૂકાઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા સરદાર સરોવર ડેમમાંથી પૂરતા પ્રમાણમાં પાણી નહીં છોડવામાં ન આવતું હોવાના કારણે દરિયામાંથી ખારું પાણી જમીનમાં આવે છે. ૪૩ કિ.મી. વિસ્તારમાં ચોમાસા સિવાયની ઋતુમાં દુષ્કાળગ્રસ્ત જેવી સ્થિતિ પેદા થાય છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note