નર્મદા ડેમના ૨.૫૩ મીલીયન એકર ફીટ પાણી કોણ પી ગયું? ભાજપ સરકાર જવાબ આપે. : 15-03-2018

  • નર્મદા ડેમના ૨.૫૩ મીલીયન એકર ફીટ પાણી કોણ પી ગયું? ભાજપ સરકાર જવાબ આપે.
  • “વોટર મેનેજમેન્ટ” અને “વોટર ડિસ્ટ્રીબ્યુશન” માં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ.
  • ભાજપે સત્તા મેળવવા માટે નર્મદાના પાણીનો કરેલ બગાડથી ગુજરાતના નાગરિકો અને ખેડૂતોને પાણી વિના હેરાન થવું પડશે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનામાંથી વિધાનસભા ૨૦૧૭ ની ચૂંટણી સમયે સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીમાં રિવરફ્રન્ટ સહિત અનેક યોજનાઓના ખાત મૂહુર્તોમાં હજારો મિલિયન એકર ફીટપાણી વેડફવામાં આવ્યું છે. આ પાણી બગાડને કારણે ગુજરાતના ખેડૂતો ઉનાળાનો પાક લઈ શકશે નહીં. આ ઉપરાંત ઉનાળામાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં પીવાના પાણીની પણ ગંભીર સ્થિતિ સર્જાવાનું શરૂ થઈ ગયું છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note5