નર્મદાનું પાણી મોડું મળશે તો PM અને MPની સરકાર જવાબદાર: ધાનાણી

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા યોજનાનું રાજકીકરણ કર્યું છે. વિસ્થાપિતોના પુન:વસનમાં વિલંબ માટે મધ્ય પ્રદેશની ભાજપ સરકાર જવાબદાર છે, તેવો આક્ષેપ વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કર્યો હતો. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, ગુજરાતના ખેડૂતોને અને ગામડાંને નર્મદાનું પાણી મોડું મળશે તો તેના માટે સૌથી મોટા ગુનેગાર વડાપ્રધાન મોદી અને મધ્ય પ્રદેશની ભાજપ સરકાર છે.

નર્મદા યોજનાના પુન:વસનમાં વિલંબ માટે મધ્ય પ્રદેશ સરકાર જવાબદાર

ધાનાણીએ પ્રશ્ન કર્યો હતો કે શું નર્મદા બાબતે આવું વલણ દાખવનારા વડાપ્રધાન અને મધ્ય પ્રદેશની ભાજપ સરકાર પાસેથી ભાજપના નેતાઓ રાજીનામું આપશે? મેધા પાટકર મુદ્દે ધાનાણીએ જે નિવેદન કર્યાં તે નિવેદન બાબતે તેમણે ગુજરાતની પ્રજાની માફી માગવી જોઈએ, તેવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રતિક્રિયાનો જવાબ આપતાં પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, મધ્યપ્રદેશની ભાજપ સરકાર પાસે ગુજરાતની ભાજપ સરકારને નર્મદાના રૂ. 4100 કરોડ લેવાના નીકળે છે.

https://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-LCL-support-for-patkar-movement-as-the-mp-did-not-have-timely-rehabilitation-gujarati-news-5845753-PHO.html