નર્મદાના નીર અને વીજ જોડાણ 17 વર્ષથી ખેતર સુધી પહોંચ્યા નથી. : 26-11-2015

  • પીવાના પાણી અને સિંચાઈના મુખ્ય હેતુ માટેની નર્મદા યોજનાના પાણીની લૂંટફાટ કરવાના ઉદ્યોગ ગૃહોને પરવાના આપતી ભાજપ સરકાર.
  • નર્મદાના નીર અને વીજ જોડાણ 17 વર્ષથી ખેતર સુધી પહોંચ્યા નથી.

કોઈ ખેડૂત જો પોતાના મહામૂલા પાકને બચાવવા કેનાલમાંથી પાણી લે તો તેના પર પોલીસ કેસ થાય છે જ્યારે ઉદ્યોગપતિઓને નર્મદાના પાણી લૂંટફાટના પીળા પરવાના ખૂદ ભાજપ સરકાર વાંરવાર આપી રહી છે. આ છે ભાજપ સરકારની ખેડૂત વિરોધી નિતીના પુરાવા જાહેર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના ઉદ્યોગ કમિશ્નર કચેરીના તા. 15/9/2015 ના પત્ર અન્વયે 10 ઉદ્યોગગૃહોને 200 મીલીયન લીટર પ્રતિદિન પાણીનો જથ્થો ફાળવવાના આદેશ કરવામાં આવ્યા છે આવા તો અનેક ઉદ્યોગો – કંપનીઓ માટે પરવાના આપ્યા છે. આ દર્શાવે છે કે, ગુજરાતની ભાજપ સરકાર પોતાના મળતીયા ઉદ્યોગપતિઓને કરોડો લીટર પાણીના પરવાના આપે છે અને બીજીબાજુ નાગરિકો પીવાના પાણીથી અને ખેડૂતો સિંચાઈના પાણી પુરુ પાડવામાં આવતું નથી. ગુજરાતની જીવાદોરી નર્મદા યોજના પાછળનો મુખ્ય હેતુ પીવાનું પાણી અને સિંચાઈનું પાણી પુરું પાડવાનો હતો. મોટા પાયે પાણીનો જથ્થો ઉદ્યોગ ગૃહોને ફાળવી દેવામાં આવે છે. 8 હજાર કરતા વધુ ગામો, 100 વધુ નગરપાલિકા વિસ્તાર, 3 મહાનગરોમાં પાણીની વિકટ સમસ્યાનો નાગરિકો ભોગ બની રહ્યાં છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note