ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ આવ્યું જેમાં અનેક વિદ્યાર્થીઓને જ્વલંત સફળતા મેળવવા બદલ હાર્દિક અભિનંદન : 12 -05-2017
આજ રોજ ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ આવ્યું જેમાં અનેક વિદ્યાર્થીઓને જ્વલંત સફળતા મેળવવા બદલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે વિદ્યાર્થીની રિંકલ કે જેણે પરીક્ષા તો પાસ કરી પણ પરિણામ આવ્યા પહેલા જ હાડકાના કેન્સરને કારણે જેનું દુઃખદ અવસાન થયું. તે સ્વ. રિંકલ દિકરી માટે મનમાં દુઃખની લાગણી અનુભવીએ છીએ અને પરમાત્મા એના આત્માને સદગતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ. તેમજ ખાસ કરીને દીકરી ફરહાના કે પોતે એક સામાન્ય રીક્ષા ચાલકની દીકરી હોવા છતાં એણે ધોરણ ૧૨ સાયન્સમાં 99.52 % ઝળહળતું પરિણામ મેળવ્યું અમો વિશેષ અભિનંદન પાઠવીએ છીએ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો