દેશમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા 38 હજારની નજીક, કૉંગ્રેસે મોદી સરકારને પુછ્યો તમતમતો પ્રશ્ન

દુનિયા કોરોના વાયરસ મહામારી સામે ઝઝુમી રહી છે. આ વાયરસથી મરનારાઓની સંખ્યા 2 લાખ 28 હજારથી વધારે થઈ ગઈ છે અને સંક્રમિતોની સંખ્યા 32 લાખની પાર છે. જો કે દુનિયાનાં બાકીનાં દેશોની સરખામણીમાં ભારતમાં આની અસર ઓછી જોવા મળી રહી છે. દેશમાં કોરોના વાયરસનાં કેસ 37776 થઈ ગયા છે. આમાંથી 26535 સક્રિય કેસ છે, જ્યારે 10018 લોકો ઠીક થઈ ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 1223 લોકોનાં મોત થયા છે.

આઈસીએમઆર એ શોધ કરવાની યોજના બનાવી રહ્યું છે કે દેશમાં છેલ્લા બે મહિનામાં કોવિડ-19 ફેલાવા દરમિયાન કોરોના વાયરસમાં મ્યૂટેશન થયું છે? મ્યૂટેશનનો અર્થ છે કોઈપણ કોશિકામાં આનુવંશિક પરિવર્તન. દેશની ટોચની સ્વાસ્થ્ય સંસ્થાનાં એક વરિષ્ઠ વૈજ્ઞાનિક પ્રમાણે ‘સાર્સ-કોવી2 સ્ટ્રેન’માં બદલાવ થયો છે અથવા નહીં તેની ખબર પડવા પર કોઈ સંભવિત રસીનાં પ્રભાવી થવાની ખાતરી કરી શકવામાં આવશે. તેમણે કહ્યું કે, “અભ્યાસથી એ સંકેત મળશે કે શું આ વધારે જીવલેણ થઈ ગયો છે અને શું તેના સંક્રમણ ફેલવાની ક્ષમતા વધી ગઈ છે?” વૈજ્ઞાનિકે કહ્યું કે કોવિડ-19 દર્દીઓનાં એકત્ર કરવામાં આવેલા નમૂનાઓનું અધ્યયન એ જણાવશે કે શું કોરોના વાયરસથી આનુવંશિક પરિવર્તન થયું છે અથવા નહીં?”

કૉંગ્રેસે પુછ્યું – ત્રીજા ચરણ પાછળ શું લક્ષ્ય અને રણનીતિ છે ?

બીજી તરફ કૉંગ્રેસે મોદી સરકાર પર ફરી પ્રહાર કર્યા છે. પાર્ટીનાં મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ વિડીયો કોન્ફરન્સ દ્વારા કહ્યું કે, ગૃહ મંત્રાલયે શુક્રવાર સાંજે આદેશ જાહેર કરીને 17 મે સુધી લોકડાઉનનો ત્રીજો તબક્કો લાગુ કર્યો. ના વડાપ્રધાન સામે આવ્યા, ના રાષ્ટ્રને સંબોધિત કર્યું, ના ગૃહમંત્રી આવ્યા, ત્યાં સુધી કે કોઈ અધિકારી પણ સામે આવ્યા નહીં. આવ્યો તો ફક્ત એક સત્તાવાર આદેશ. સુરજેવાલાએ પુછ્યું કે ત્રીજા ચરણ પાછળ શું લક્ષ્ય અને રણનીતિ છે તથા આની આગળ શું કરવુ રસ્તો છે? શું લૉકડાઉન-3 અંતિમ છે અને 17 મેનાં ખત્મ થઈ જશે કે પછી લૉકડાઉન 4 અને 5 પણ આવશે? આ સંપૂર્ણ રીતે ખત્મ ક્યારે થશે?

મજૂરો, ગરીબો અને ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજની માંગ

તેમણે પુછ્યું કે 17 મે સુધી કોરોના સંક્રમણ તેમજ આર્થિક સંકટની બહાર આવવાનું લક્ષ્ય શું છે? મોદી સરકારે મે સુધી સંક્રમણ, રોજી-રોટીની સમસ્યા તેમજ આર્થિક સંકટને પહોંચી વળવા માટે કયા લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યા છે? એ લક્ષ્યોને મેળવવા માટે 17 મે સુધી શું સાર્થક અને નિર્ણયક પગલા ઉઠાવી શકશો? કૉંગ્રેસે મજૂરો, ગરીબો અને ખેડૂતો માટે વિશેષ રાહતની માંગ કરી.

Read More : http://sandesh.com/37776-corona-positive-cases-in-india/