દેશને અંગ્રેજોની ગુલામીથી મુક્ત કરાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને દેશને એક કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ : 13-05-2019
દેશને અંગ્રેજોની ગુલામીથી મુક્ત કરાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને દેશને એક કરનાર સરદાર વલ્લભભાઈ પટેલના ગુજરાતમાં લોકો સૌની સાથે હળીમળીને રહેવામાં માને છે, તેવા શાંતિપ્રિય અને સંપીલા ગુજરાતમાં આજે ભાજપના શાસનમાં સામાજિક અત્યાચારોની ઘટનાઓ વારંવાર બની રહી છે અને સત્તાધીશોના પેટનું પાણી નથી હલી રહ્યું. “સૌના સાથ અને સૌના વિકાસ” ની વાતો કરતી ભાજપના શાસનમાં દલિત સમાજ પોતાને થઇ રહેલા અન્યાયથી દુખી છે, આક્રોશિત છે. જો કે પોતાના રાજકીય રોટલા શેકવામાં વ્યસ્ત ભાજપ સરકારને અત્યાચારથી પિડીતોની કોઈ પડી ના હોય તે રીતે તેમના તરફ ધ્યાન આપવામાં ના આવતા આવી ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જઈ રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો