દેશના અને ગુજરાતના લાખો પરિવારોને મોંઘવારીનો માર આપનાર ભાજપ સરકાર જવાબ આપે

મોંઘવારી ઘટશે- અચ્છે દિન”ના વાયદા સાથે સત્તામાં આવનાર મોદી સરકારમાં છેલ્લાં ત્રણ વર્ષમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ સીલીન્ડર, રેલ્વે મુસાફરી, ખાદ્ય ચીજો, ખાદ્ય તેલ સહિતમાં ભાવ વધારો કરીને ગરીબ-મધ્યમ-સામાન્ય વર્ગના નાગરીકોને ડામ આપવામાં આવી રહ્યા છે. સાથોસાથ નોટબંધી અને જીએસટીથી દેશના ગરીબ-મધ્યમ વર્ગના પરિવારોની પરેશાનીમાં વધારો કર્યો છે. ત્યારે દેશના અને ગુજરાતના લાખો પરિવારોને મોંઘવારીનો માર આપનાર ભાજપ સરકાર જવાબ આપે તેવી માંગ કરતાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીશ્રી શીલા દિક્ષીતે જણાવ્યું હતું કેકેન્દ્ર સરકારની જનવિરોધી નિતીના કારણે દેશના નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા છે. ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના પરિવારો માટે જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. તહેવાર સમયે જ ખાદ્યતેલ પર ઈમ્પોર્ટ ડયુટી વધારી દેવાથી ઘર આંગણે ખાદ્યતેલમાં ભારે ભાવવધારો થયો છે. તુવેર પછી અડદ-મગની આયાત પર સરકારે અંકુશ મૂકતા તહેવારના સમયે જ આમ આદમીના બજેટ પર મોટો ફટકો પડયો છે. “અચ્છે દિન”ના વાયદા સાથે સત્તા મેળવનાર મોદી શાસનમાં રેલ્વે. પ્લેટ ફોર્મ ટીકીટ રૂ.૨માં વધારો કરીને રૂ.૨૦, ટ્રેન ભાડામાં ઈતિહાસનો સૌથી મોટો ભાવ વધારો, ટ્રેન ટીકીટ કેન્સેલેશન ચાર્જમાં વધારો, પેટ્રોલમાં દોઢ મહિનામાં રૂપિયા નવ જેટલો માતબર વધારો, ગેસ સીલીન્ડરમાં રૂપિયા ૧૧ વખત ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note