દેવમોગરા સ્થિત કૂળદેવી પાંડુરી માતાના ચરણોમાં શિશ ઝુકાવતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ આદિવાસીની પરંપરા મુજબ માથા પર વાસની ટોપલીમાં પૂજાનો સમાન લઇ કુળદેવી પાંડુરી માતાજીના દર્શન કરી તેમના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. મંદિરના પુજારીએ રાહુલ ગાંધી વડાપ્રધાન બને અને આગામી ચુંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થાય તેવા આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે રાહુલ ગાંધીની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, ગુજરાત કોંગ્રેસના પ્રભારીશ્રી અશોક ગેહલોત પણ જોડાયા હતા.