દીપાવલીના શુભ પર્વ અને નૂતનવર્ષની ગુજરાતના નાગરિકોને હ્યદયપૂર્વક શુભકામના : 10-10-2015

દીપાવલીના શુભ પર્વ અને નૂતનવર્ષની ગુજરાતના નાગરિકોને હ્યદયપૂર્વક શુભકામના પાઠવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગાંધી-સરદારના ગુજરાતમાં ગૌરવવંતા ગુજરાતીઓને દિવાળીના શુભ પર્વો અને નવું વર્ષ આનંદમય-ઉલ્લાસમય અને પ્રગતિકારક બની રહે સાથોસાથ સમગ્ર ગુજરાત સાચા અર્થમાં તમામ ક્ષેત્રમાં પ્રગતિ કરે તેવી કોંગ્રેસ પક્ષ તરફથી શુભકામના છે. તમામ ગુજરાતીઓ સાથે મળીને નવસર્જન ગુજરાત માટે યોગદાન આપીએ અને ગુજરાતના સંતુલિત વિકાસના ભાગીદાર બનીએ.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note