દાહોદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષને 26 સભ્યો સાથે જનઆશીર્વાદ-જનસમર્થન : 23-12-2015

દાહોદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષને 26 સભ્યો સાથે જનઆશીર્વાદ-જનસમર્થન આપ્યું છે સાથે જિલ્લા પચાયતને સુકાન લોકતાંત્રિક રીતે સોંપ્યું પણ ભાજપ સરકારની ગુંડાગર્દી, અનૈતિક, હથકંડા અપનાવીને સત્તા કબજો કરવાનો બે દિવસથી પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે છેલ્લા બે દિવસ સરકારના ઈશારે ચૂંટણી બંધ રાખવા માટેની ભૂમિકા ભજવનાર અને આજે અચોક્કસ મુદ્દત સુધી ચૂંટણી મુલતવી રાખાવાના કારનામાં સામે લોકતાંત્રિક અને કાનૂનિ લડત લડાશે. તેવું દાહોદ જિલ્લા પંચાયતની ચૂંટાયેલા 26 સભ્યોની ઉપસ્થિતિમાં જાહેર કરતા તાકીદની પત્રકાર પરિષદમમાં જાહેર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લા પંચાયત સહિત રાજ્યમાં જિલ્લા – તાલુકા પંચાયતમાં ભાજપનો કારમો પરાજય થયો છે. લોકશાહીમાં પ્રજાએ આપેલા ચુકાદાને સન્માન કરવાને બદલે ભાજપ શાસકો ગુંડાગીરી, ધાક-ધમકી, લોભ-લાલચના હથકંડાની સત્તા હાંસલ કરવા બેબાકળા બન્યા છે. દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ – ઉપપ્રમુખની ચૂંટણીમાં નિયમ મુજબ કલેક્ટરશ્રી કાર્યવાહી કરી નથી અને ભાજપ સરકારના ઈશારે અચોક્કસ મુદ્દત સુધી ચૂંટણી પ્રક્રિયા મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. એક તરફ ભાજપ શાસકો ગુજરાતમાં શાંતિના દાવા કરે છે. બહેન-દિકરીની સલામતી ના દાવા કરે છે અને બીજા રાજ્યમાં આ મુદ્દાને વારંવાર બોલે છે. હકીકતમાં ગુજરાતમાં જિલ્લા પંચાયતના ચૂંટાયેલા મહિલા સભ્યોને પોતાના પક્ષ અને પોતાની વાત કરવા માટે અસાલમતી અનુભવી રહ્યાં છે. જે રીતે દાહોદમાં છેલ્લા બે દિવસ ગુંડાગર્દી, બસ સળગાવવાની ઘટના અને પોલીસ તરફથી કોઈ સલામતીની ખાતર ન આપવી તે ગંભીર બાબત છે. બિહારમાં ભાજપને જાકારો આપ્યો ત્યારબાદ ગુજરાતમાં પણ ભાજપને જાકારો મળ્યો ત્યારે ગાંધી, સરદારના ગુજરાતમાં ભાજપની ગુંડાગીરી, અનૈતિક કામગીરી સામે કોંગ્રેસ પક્ષ લડત આપશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note