દાહોદ ખાતે સરકારી તિજોરીના પ્રજાના પરસેવાના ટેક્ષના કરોડો રૂપિયાના ખર્ચે ઊત્સવો તાયફા : 20-04-2022

દાહોદ ખાતે સરકારી તિજોરીના પ્રજાના પરસેવાના ટેક્ષના કરોડો રૂપિયાના ખર્ચે ઊત્સવો તાયફા કરનાર ભાજપા આદિવાસી સમાજના લાખો પરિવારને શિક્ષણ, આરોગ્ય, ઓળખ, રોજગાર સહિત જીવન જીવવાના અધિકારથી વંચિત રાખી રહી હોવાના આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત એસ.ટી.ની કુલ ૮૦૦૦ જેટલી બસોની ૪૦,૦૦૦ જેટલી ટ્રીપો માંથી દાહોદ ખાતેના ભાજપાના પ્રચાર કાર્યક્રમ માટે ૨,૮૦૦ બસો રાતોરાત ફાળવી દેવામાં આવી એટલે કે સમગ્ર રાજ્યની કુલ એસ.ટી. બસોની ૩૦ ટકા બસો ફાળવતા રાજ્યના ગ્રામ્ય વિસ્તારની ૧૦,૦૦૦ જેટલી ટ્રીપો રદ કરી દેવામાં આવી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note