દારૂબંધી એટલે રૂ. ૨૦,૦૦૦ કરોડની જનધન યોજના : 26-12-2016

  • દારૂબંધી એટલે રૂ. ૨૦,૦૦૦ કરોડની જનધન યોજના. દારૂબંધી દ્વારા ઓર્ગનાઈઝ ગેન્ગનું જન્મબિંદુ અને એના દ્વારા ખંડણી, ડ્રગ સપ્લાય નેટવર્કિંગ અને ત્યાંથી આંગળ વધીને આતંકવાદીનું નેટવર્ક ઉભું થાય છે.

ગુજરાતમાં દારૂબંધી એટલે રૂા. ૨૦,૦૦૦ કરોડની જનધન યોજનાના નાણાં કાળા છે કે ધોળા? બ્લેકમની કહેવાય કે નહીં? સમગ્ર તંત્રમાં લાભાર્થીઓ કોણ ? ગાંધી સરદારના ગુજરાતમાં દારૂબંધીના અમલ કરવામાં સંપૂર્ણ નિષ્ફળ ભાજપ સરકારની આકરી ઝાટકણી કાઢતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તા શ્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી કહે છે કે જેમ છેલ્લા ૨૦ વર્ષથી દારુબંધીનું અમલીકરણ બરાબર ન થતું હોવાથી હવે અમે નોટબંધીની જેમ કડક અમલીકરણ કરીશું. આના દ્વારા સ્પષ્ટ થાય છે કે પૂર્વ મુખ્યમંત્રીશ્રી મોદીજીના સામ્રાજ્યમાં જે રૂ. ૨૦ હજાર કરોડનું નાણું તેમના જનધનમાં જમા થતું હતું તેનો આ અભિનવ પ્રયોગ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note