દસ વર્ષથી વધારે સમય છતાં જેલ મેન્યૂઅલની કામગીરી અધૂરી : કોંગ્રેસ
છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યની વિવિધ જેલમાંથી 538 મોબાઇલ અને 244 સીમકાર્ડ મળ્યા છે તેવો આક્ષેપ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડો.મનીષ દોશીએ વ્યક્ત કર્યો હતો. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે રાજ્યની વિવિધ જેલોમાંથી કાર્ડરીડર, ચાર્જર, અરિસો, વીડિયો ગેમ, આઇપોડ, ગંજીપાના પાના, ચમચા નાની છરી, ફટાકડો, હેરડાઇ, લાઇટર જેવી અનેક પ્રતિબંધિત વસ્તુઓ વારે વારે મળી આવવાના બનાવો બનતા રહે છે.
જેલના નિયમનમાં મોટા પ્રમાણમાં અનિયમિતતા વધી ગઇ છે. જેલ મેનેજમેન્ટમાં ક્ષતિ હોવાનો આક્ષેપ કરતા તેમણે કહ્યું હતું કે છેલ્લા દસ વર્ષ કતા વધુ સમયથી જેલમાં મેન્યૂઅલ કરવાની કામગીરી પૂરી કરવામાં આવી નથી. તેમણે કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યની જેલમાં કેદીઓને ઇંડાં, દૂધ અને ફળની ખરીદી પાછળ રૂ. 3,43 કરોડનો ખર્ચ થયો છે. રાજ્ય સરકારે જેલમાં પાયાની સુવિધાઓ મળે અને નિયમન કડકરીતે થાય તેવી વ્યવસ્થા કરવાની માગણી કોંગ્રેસના પ્રવક્તાએ કરી હતી.http://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-jail-manual-operation-incomplete-after-more-time-ten-year-say-congress-5225277-NOR.html