દવાઓ મોંઘીદાટ કરવાના નિર્ણય સામે એહમદ પટેલની નારાજગી

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર એહમદ પટેલે કેન્દ્રીય નાણાં મંત્રી અરુણ જેટલીને પત્ર લખીને દવાઓ પર લેવાતી કસ્ટમ ડયૂટી તેમજ એક્સાઈઝ ડયૂટી માફી પાછી ખેંચી લેવાના સરકારના નિર્ણય સામે નારાજગી વ્યકત કરી છે. દર્દીઓ પર બોજ ન વધે તે માટે નિર્ણય પાછો ખેંચાવો જોઈએ.

સરકારે ૭૫થી વધુ જીવન રક્ષક દવાઓ પર ડયૂટી રાહત નહિ આપવાનું નક્કી કર્યું છે. અ સંદર્ભે એહમદ પટેલે કેન્દ્રીય મંત્રીને પાઠવેલા પત્રમાં કહ્યું કે, દવાઓ અંગે જે નિર્ણય લેવાયો તે પહેલાં સરકારે કોઈ સમૂહ સાથે ગુફતેગુ કરી નથી.ગુજરાતમાં પણ હેમોફિલિયાના દર્દીઓની સંખ્યા વધી છે. આ રોગ મોટે ભાગે આદિવાસી વિસ્તારોમાં છે. હવે સરકારે જે નિર્ણય લીધો છે દેશમાં અત્યારે કેન્સરના દર્દીઓની સંખ્યા એક કરોડ જેટલી છે. દર વર્ષે તેમાં ૧૦ લાખ જેટલા દર્દીઓનો વધારો થતો રહે છે.

દહેજ રેલવેના છૂટા કરાયેલા કામદારો અંગે રજૂઆત

ભરૂચ : ભરૂચ- દહેજ રેલવે કંપની લીમીટેડ સાથે સંકળાયેલ ૧૫૦ કામદારોને છૂટા કરવાની હિલચાલ અંકે રાજ્ય સભાના સાંસદ અહેમદ પટેલે રેલવે મંત્રાલયને લેખીત રજૂઆત કરી છે. આ અંગે ત્વરીત તપાસ કરી કામદારોના હિતમાં નિર્ણય લેવા રજૂઆત કરી છે.

http://www.sandesh.com/article.aspx?newsid=3228762