દલિત સ્વાધિકાર આંદોલન : 19-09-2016
રાજ્ય, લોકોનાં દુર્બળ વર્ગો ખાસ કરીને અનુસૂચિત જાતિ અનેઅનુસૂચિત જનજાતિ માટે શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે ખાસ તકેદારી લઇ પ્રોત્સાહિત કરી તેમને સામાજિક ન્યાય અને તમામ પ્રકારના શોષણો સામે રક્ષણ આપશે”- ભારતીય સંવિધાન: ભાગ – ૪, અનુચ્છેદ ૪૬
દેશભક્તિનાં નારા સાથે નકલી રાષ્ટ્રભક્તિ કરતાં ભાજપી-સંઘીઓ ઘણીવાર કહે છે -આપણું શાસ્ત્ર એટલે ભારતીય સંવિધાન, પરંતુ જયારે ભારતીય સંવિધાન પ્રમાણે વંચિતો અનેદલિતોનાં ન્યાય અને હકની વાત આવે ત્યારે તેઓ બીજો રાગ આલાપે છે. મનુવાદી વિચારધાર ધરાવતા ભાજપ સરકારઅને તેના સંઘીય આકાઓને ભારતીય બંધારણ અને તેની સમાનતાની વિચારધારા શરૂઆતથી જ ખુંચે છે. ગરીબ દલિતોની પ્રગતિ અને સશક્તિકરણ તો ઠીક પણ ગરીબ દલિતોના મોંમા આવેલો કોળીયો પણ ઝુંટવી લેવાનો કારસો ઘડ્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો