દલિત વિદ્યાર્થીને આત્મહત્યા માટે જવાબદાર કેન્દ્રીય મંત્રીનું રાજીનામું માંગતા યુવક કોંગ્રેસ : 21-01-2016

  • દલિત વિદ્યાર્થીને આત્મહત્યા માટે જવાબદાર કેન્દ્રીય મંત્રીનું રાજીનામું માંગતા યુવક કોંગ્રેસ
  • યુથ કોંગ્રેસના પદાધિકારો અને સક્રિય કામગીરી કરનાર ૭૦ થી વધુ યુવાનો જીલ્લા, મહાનગરપાલિકા અને તાલુકા પંચાયતામાં ચૂંટાયેલા છે જેમનું બહુમાન-અભિનંદનનો ઠરાવ કરેલ

રાજીવ ગાંધી ભવન ખાતે યુથ કોંગ્રેસની વિભાગીય કારોબારી બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી આગામી સમયમાં યુવા કોંગ્રેસના કાર્યક્રમો, સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને અભિનંદન આપતાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખશ્રી માનસિંગભાઈ ડોડીયાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત રાજ્યના હોદ્દેદારો, લોકસભા પ્રમુખો તથા વિધાનસભા પ્રમુખો હાજર રહ્યા હતા. યુથ કોંગ્રેસની મીટીંગમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ પક્ષનો જવલંત વિજય થયો તેમાં ૭૦ થી વધુ યુથ કોંગ્રેસના કાર્યકરો-પદાધિકારી જીલ્લા-તાલુકા પંચાયત, મહાનગરપાલિકામાં ચુંટણી જીત્યા તે તમામને યુથ કોંગ્રેસ તથા કારોબારી સમિતિના સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note