દલિત વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નહીં આપી શોષણ કરતી ભાજપ સરકાર : 02-06-2017
૨૦૦ કોલેજોનાં છ હજાર વિદ્યાર્થીઓને ૧૨ મહિનાથી ૧૦૦ કરોડ જેટલી શિષ્યવૃત્તિ ચુકવાઈ નથીઃ એક અઠવાડિયામાં ઉકેલ નહીં આવે તો જલદ આંદોલનઃ ડૉ. હિમાંશુ પટેલ
ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દશકાથી શિક્ષણ ક્ષેત્રને વેપાર બજાર બનાવી નાંખનાર ભાજપ સરકારે કાલેજોમાં દલિત વિદ્યાર્થીઓને કરોડો રૂપિયાની શિષ્યવૃત્તિ નહીં ચૂકવી હળહળતો અન્યાય કર્યો હોવાનું જણાવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે સીધો આરોપ મૂક્યો છે કે, ભાજપ દલિત વિદ્યાર્થીઓને સીધા નિશાન બનાવી છેલ્લા ૧૨ મહિનામાં આશરે ૨૦૦ કોલેજોનાં પાંચ હજાર કરતાં વધારે એસ.સી. વિદ્યાર્થીઓને ૧૦૦ કરોડ કરતા વધારે રકમની શિષ્યવૃત્તિ આજદિન સુધી ચૂકવી નથી. આ ઉપરાંત ફ્રી શિપ કાર્ડ યોજનાનો યોગ્ય અમલ નહીં કરી ગરીબ દલિત વિદ્યાર્થીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો