દરેક ગુજરાતી પરિવારો, નાગરિક ભાઈઓ -બહેનોને દિપાવલી પર્વની શુભેચ્છાઓ : 23-10-2022
દરેક ગુજરાતી પરિવારો, નાગરિક ભાઈઓ -બહેનોને દિપાવલી પર્વની શુભેચ્છાઓ અને નૂતન વર્ષાભિનંદન પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામ રાઠવા અને ટીમ કોંગ્રેસે જણાવ્યું હતું કે, ઊજાસનું આ પર્વ સમાજના દરેક વ્યક્તિઓ માટે ઉમંગનું અને ઉન્નતિનું પર્વ બને. દિપાવલીની દીપમાળા અંધકારથી પ્રકાશ તરફની ઉર્ધ્વગતિ અને સકારાત્મક દ્રષ્ટિકોણનું પર્વ છે. વિક્રમ સંવતનાં નૂતન વર્ષમાં સાથે મળીને ગુજરાતનાં તમામ નાગરિકોને શિક્ષણ – સ્વાસ્થ્ય – રોજગારનો અધિકાર મળે, એવો સંકલ્પ કરીએ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો