તારીખ ૨૨.૦૬.૨૦૨૦ ના રોજ મોબાઇલ પશુ દવાખાનાનું રાજ્યના મુખ્યમંત્રીએ : 24-06-2020

તારીખ ૨૨.૦૬.૨૦૨૦ ના રોજ મોબાઇલ પશુ દવાખાનાનું રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યના ૪૬૦ પશુ દવાખાનાનો વહીવટ 108 ના કમઁચારીઓનુ શોષણ કરતી GVK EMRI ખાનગી કંપનીને આપીને તેનુ લોકાર્પણ સમારોહ યોજ્યો…. આમ રાજય સરકાર પોતાના તંત્ર કરતા ખાનગી કંપનીઓ ઉપર વધુ ભરોસો રાખી રહી છે તેવુ આ નિર્ણય પરથી સાબિત કરીને ગુજરાતના મુખ્યમંત્રીએ એક કલમ જાટકે રાજય ફરજ બજાવતા લાયકાત ધરાવતા ૪૬૦ પશુચિકિત્સકોને બેરોજગાર કર્યા છે.  GVK EMRI કંપનીએ સરકારને  પ્રથમ આયોજનમા ૧૦૮ પશુ ચિકિત્સકોની યાદી આપી છે તે રાજ્યના પશુ પાલન વિભાગે તેની ખરાય કર્યા વગર સીધી જીલ્લાના નાયબ પશુપાલન નિયામકશ્રીને / જીલ્લા વિકાસ અધિકારીશ્રીને મોકલી આપી છે, અમોએ આ યાદીમા સામેલ અમુક પશુ ચિકિત્સકનો સંપર્ક કરતા તેઓને આ નોકરી અંગે પુરતી જાણ પણ નથી અને તેમને ફરજ ઉપર હાજર થવાની જાણ પણ નથી આમ  GVK EMRI કંપનીએ રાજ્ય સરકારને ખોટી યાદી આપી છે તે પશુ ચિકિત્સકની નિમણૂકની ઔપચારિકતા કર્યા વગરની છે, આમ સાબિત થાય છે

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note