તારક મહેતા શ્રધ્ધાંજલી : 01-03-2017
જાણીતા સાહિત્યકાર, પ્રતિષ્ઠિત હાસ્ય લેખક, પદ્મશ્રી તારકભાઈ મહેતાના નિધન અંગે ઘેરા શોકની લાગણી સાથે ભાવાંજલી પાઠવતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહેમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, શ્રી તારકભાઈ મહેતાના વ્યંગ સાથેના લેખો, અદભૂત સાહિત્ય સર્જનનો ભાગ હતા. સમગ્ર દેશમાં તારક મહેતાના ઉલટા ચશ્માથી ટીવી સીરીયલના માધ્યમથી તેઓનું હાસ્ય સર્જન દરેકના હ્રદયમાં કોતરાયેલું છે. ચિત્રલેખા જેવા પ્રતિષ્ઠિત ગુજરાતી મેગેઝીન દ્વારા તેમના હાસ્ય લેખો દરેકને વાંચન માટે પ્રેરિત કરતા હતા. તેમના નિધનથી ગુજરાત, ગુજરાતી જ નહીં પણ સમગ્ર દેશે એક પ્રતિષ્ઠિત હાસ્યસર્જક ગુમાવ્યા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો