તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની 31 જિલ્લા પંચાયત અને 230 તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં..:21-12-2015

તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની 31 જિલ્લા પંચાયત અને 230 તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ગુજરાતના નાગરિકોએ કોંગ્રેસ પક્ષને જનસમર્થન અને જનઆશીર્વાદ – બહુમતી આપી તેના લીધે કોંગ્રેસ પક્ષને 25 જિલ્લા પંચાયત અને 124 થી વધુ તાલુકા પંચાયતમાં આજ રોજ પ્રમુખ – ઉપપ્રમુખ માટેની ચૂંટણીમાં ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી. આવતી કાલે તે માટે ચૂંટણી યોજાશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતમાં ચૂંટણી ફોર્મ ભરવાની કાર્યવાહીમાં મોરબી, બોટાદ, જામનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, આણંદ, છોટા ઉદેપુર અને તાપી 9 જિલ્લા પંચાયત અને 55 થી વધુ તાલુકા પંચાયતમાં ભાજપ તરફથી કોઈ ઉમેદવારી નોંધાવી શક્યા નથી.પરિણામે આવતી કાલે કોંગ્રેસ પક્ષની સત્તાવાર 9 જિલ્લા પંચાયત અને 55 થી વધુ તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note