તલાલાના ધારાસભ્યશ્રી જશુભાઈ બારડના નિધન અંગે ઘેરા શોકની લાગણી : 25-01-2015
તલાલાના ધારાસભ્યશ્રી જશુભાઈ બારડના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહેમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, સ્વ. જશુભાઈ બારડ જીવનના અંતિમ ક્ષણ સુધી પ્રજાના પ્રશ્નો માટે લડતા રહ્યાં હતા. સ્વ. જશુભાઈ હંમેશા નાના હોય કે મોટા તમામ સમાજ સાથે સક્રિયતાથી જોડાયા હતા. પ્રજાકીય કામ માટે તેઓ હરહંમેશ ખડેપગે રહેતા. તેમના નિધનથી કોંગ્રેસ પક્ષે અને ગુજરાતે જાગતા જનપ્રતિનિધી ગુમાવ્યા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો