ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મ જયંતિ ઉજવણી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લા ૮ મહાનગર અને ૨૪૯ તાલુકા ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે સ્થાનિક કક્ષાએ ભવ્ય સંવિધાન સે સ્વાભિમાન યાત્રા નીકાળવામાં આવી હતી . જેમાં બહુ મોટી સંખ્યા કોંગ્રેસ પક્ષના કાર્યકરો, આગેવાનો અને વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી ડૉ. બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી કરી હતી અને ત્યારબાદ પ્રતિમા સમક્ષ પ્રતિજ્ઞા વાંચન કરવામાં આવ્યું હતું