ડૉ. બાબા સાહેબ આંબેડકરના ૬૦ માં મહાપરિનિર્વાણ દિન : 04-12-2016
મહામાનવ, વિશ્વ વિભૂતિ, ભારતીય બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકરના ૬૦ માં મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ડૉ. બાબા સાહેબ આંબેડકરને શ્રધ્ધાંજલી પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ડૉ. બાબા સાહેબ આંબેડકરના જીવનમાંથી પ્રેરણા લઈ આપણે સૌ સમાનતા અને ભેદભાવનો અંત લાવી ન્યાય, સમાજના સ્વતંત્રતા અને બંધુત્તાની સ્થાપના થકી સમાજમાં દરેક વર્ગોને સન્માન અને ન્યાય કરી રાજ્યનું નિર્માણ કરીએ. ડૉ. બાબા સાહેબ એક વિચારધારા છે જે કાલે જેટલી પ્રસ્તૃત હતી એટલી જ આજે છે અને ભવિષ્યમાં પણ આ સમાનતાની વિચારધાર એટલી જ પ્રસ્તૃત હશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો