ડૉ. ઉર્મિલાબેન પટેલની અંતિમયાત્રા : 22-04-2016
કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. ઉર્મિલાબેન પટેલના ગુરૂવારે સાંજે ૭-૦૦ કલાકે ટૂંકી માંદગી બાદ નિધન થયું હતું. ડૉ. ઉર્મિલાબેન પટેલની આજે અંતિમ યાત્રા પહેલા સર્વધર્મ પ્રાર્થના યોજાઈ હતી ત્યારબાદ સાંજે ૪-૦૦ કલાકે નિવાસ સ્થાન “રેવારણ્ય” શ્રેયસ ટેકરા, અમદાવાદ ખાતેથી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. તેમના નિવાસ સ્થાને સવારથી જ ડૉ. ઉર્મિલાબેન પટેલના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં સમગ્ર રાજ્યમાંથી ભાઈ-બહેનો ઉપસ્થિત રહી પુષ્પાંજલી કરી હતી. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી ગુરૂદાસ કામતે રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી, ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી વતી પુષ્પાંજલી કરી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલ, પ્રવિણભાઈ રાષ્ટ્રપાલ સહિત ધારાસભ્યો, પ્રદેશના પદાધિકારીઓ, આગેવાનો, કાર્યકર ભાઈ-બહેનોએ પણ શોકાંજલી વ્યક્ત કરી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો