ડૉ. ઉર્મિલાબેન પટેલના દુખદ નિધન અંગે ઘેરા શોકની લાગણી : 21-04-2016
કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. ઉર્મિલાબેન પટેલના દુ:ખદ નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, સ્વ. ઉર્મિલાબેન પટેલ પ્રજાકીય અને સામાજિક પ્રશ્નો માટે હંમેશા પક્ષમાં અને સાંસદ તરીકે સક્રિય ભૂમિકા ભજવી હતી. સામાજિક ક્ષેત્રો માટે તેઓ હંમેશા ચિંતિત રહેતા અને તેમનું યોગદાન હંમેશા રહેતું હતું. મહિલાઓનું વિવિધ ક્ષેત્રોમાં પ્રતિનિધિત્વ વધે તે માટે જીવનના અંતિમ ક્ષણ સુધી કાર્યરત રહ્યાં હતા. તેમના નિધનથી કોંગ્રેસ પક્ષ અને ગુજરાતે અગ્રીમ હરોળના મહિલા આગેવાન ગુમાવ્યા છે. તેમના પરિવારજનોને દુ:ખદ ક્ષણોમાં સહભાગી થઈ સાંત્વના પાઠવું છું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો