ડાંગ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષનો વિજય : 21-06-2018
- ભાજપના તમામ કાવાદાવા, પોલીસતંત્ર અને વહીવટી તંત્રનો દુરુપયોગ છતાં ડાંગ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષનો વિજય થયો
ભાજપના તમામ કાવાદાવા, પોલીસતંત્ર અને વહીવટી તંત્રનો દુરુપયોગ છતાં ડાંગ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષનો વિજય થયો છે. ડાંગ જીલ્લા પંચાયતના પ્રમુખ તરીકે શ્રીમતી બીબીબેન ચૌધરી અને ઉપપ્રમુખ તરીકે શ્રી હરેશ બચ્છાવની વરણી કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, જીલ્લા પંચાયતમાં જન સમર્થન-જનઆશીર્વાદ આપીને કોંગ્રેસ પક્ષને શાસન સોંપ્યું છે. ૨૦૧૫ માં કારમો પરાજય પામેલ ભાજપાએ શામદામ દંડ ભેદ નો ઉપયોગ કર્યો, સત્તાનો ભરપૂર દુરઉપયોગ થઇ રહ્યો છો, પોલીસ નો ધાક ધમકીનો ઉપયોગ કરવામાં આવ્યો, સહકારી ક્ષેત્ર નો દુર ઉપયોગ કર્યો. ડાંગ જિલ્લા પંચાયતમાં કોગ્રેસ ની બહુમતી થતાં સરકારના ઇશારે ચુટંણી મુલતવી રાખવામાં આવી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો