ટાટ પરીક્ષા રાજ્યવ્યાપી કૌભાંડમાં રાજ્ય સરકાર કેમ તટસ્થ તપાસ કરતી નથી : 10-10-2018

  • ગાંધીનગર જીલ્લાના ચિલોડા નજીકની હોટેલમાં ટાટની પરીક્ષા આપનારને રાખવામાં આવ્યા હતા તે અંગે ૭૦ દિવસ જેટલો સમય પછી પણ તપાસ નહિ ત્યારે રાજ્યવ્યાપી કૌભાંડ અંગે શિક્ષણ વિભાગ કોને બચાવી રહ્યું છે ?
  • ૧ લાખ ૪૭ હજાર પરીક્ષાર્થીઓની ૨૯ જુલાઈના રોજ યોજાયેલ ટાટ પરીક્ષાના આગલા દિવસે પેપર લીક થયા અંગેની ફરિયાદ થયા છતાં રાજ્ય સરકાર મોટા માથાને કેમ બચાવી રહી છે?
  • શિક્ષણના વ્યાપક હિતમાં જાહેર પરીક્ષાની વિશ્વસનીયતા ટકી રહે તે માટે રાજ્યવ્યાપી કૌભાંડમાં રાજ્ય સરકાર કેમ તટસ્થ તપાસ કરતી નથી ?

માધ્યમિક શિક્ષકોની ટાટ પરીક્ષા તા.૨૯/૦૭/૨૦૧૮ ના રોજ સમગ્ર રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજાઈ હતી. આ પરીક્ષાનું પ્રશ્નપત્ર સમય પહેલા એટલે કે, વહેલી સવારથી જ સોશ્યલ મીડિયાના માધ્યમથી ફરતું થયું હોવાની વ્યાપક ફરિયાદ મળી હતી. આ અંગે પરીક્ષાર્થીઓએ તથા જાગૃત નાગરિકો અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ પરીક્ષાનું આયોજન કરતાં રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ, મુખ્યમંત્રીશ્રી અને મુખ્ય સચિવશ્રીને તા.૦૮/૦૮/૨૦૧૮ ના રોજ પત્ર લખી તટસ્થ તપાસ માટે માંગણી કરી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note