જુઠાણા ફેલાવતી ભાજપ સરકારની હવે પોલ ખૂલી ગઇ છે : રાહુલ ગાંધી

ગુજરાતનો કિશાન બેહાલ બની ગયો છે. પાકના પુરા ભાવ મળતા નથી. આથી ખેડૂત દેવાદાર બની રહ્યો છે. તેમ છતાં મોદીની સરકાર ખેડૂતોનાં દેવા માફ કરતી નથી. જુઠાણા ફેલાવતી ભાજપ સરકારની હવે પોલ ખૂલી ગઇ છે. અસત્ય હવે કોંગ્રેસના ડીએનએમાં નથી. ગુજરાતમાં જો કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતોનાં દેવા માફ કરવાની જાહેરાત રાહુલ ગાંધીએ કરી હતી. ચોટીલા ખાતે યોજાયેલી રાહુલની જાહેર સભામાં નોટબંધીથી લઇને વિકાસની વાતો કરતી મોદી સરકારને આડે હાથે લીધી હતી.
ચોટીલા ઓવલા રાહુલ ગાંધીએ માના આશિર્વાદ લીધા બાદ માર્કેટિંગ યાર્ડ ખાતે જાહેરસભાને સંબોધી હતી. જેમાં ખાસ કરી મોદી પર આકરા પ્રહારો કર્યા હતાં. મોદીની સરકાર એ નાના માણસોની સરકાર નહી પરંતુ ગણ્યાગાઠ્યા ઉદ્યોગપતિની સરકાર છે. ખેડૂતો બેહાલ છે. ત્યારે 1.30 લાખ કરોડ ઉદ્યોગપતિઓના માફ કરી દીધા છે. ગુજરાતમાં ટાટા નેનોને 33 હજાર કરોડની સહાય કરી છે. કોંગ્રેસ કહેશે તે પાણી બતાવવાની ખાત્રી રાહુલે જનતાને આપી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-SUR-OMC-the-bjp-has-now-opened-the-door-to-spread-falsehoods-rahul-gandhi-gujarati-news-5706541-.html