જી.એસ.પી.સી. ના કૌભાંડ અને ઓએનજીસીમાં મર્જર કરવાના ભાજપના પ્રયત્નો સામે કોંગ્રેસ પક્ષ દ્વારા દેખાવો : 26-10-2016
- જી.એસ.પી.સી. નું રૂ.૨૦,૦૦૦/- કરોડનું કૌભાંડ અને તેને નવરત્ન કંપની ઓએનજીસીમાં મર્જર કરવાના ભાજપના પ્રયત્નો સામે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૮ મહાનગરમાં વિરોધ પ્રદર્શિત કરતા દેખાવો કરશે.
ગુજરાત સરકારની કંપની જી.એસ.પી.સી. (ગુજરાત સ્ટેટ પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લીમીટેડ) નું ભાજપ સરકારે ઓ.એન.જી.સી. સાથે મર્જર કરવાનો નિર્ણય લેવાના ચક્રો ગતિમાન કર્યાં છે. જેને વખોડી કાઢવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તા. ૨૭ ઓક્ટોબર, ૨૦૧૬ ગુરૂવારના રોજ વિરોધ પ્રદર્શિત કરતો કાર્યક્રમ રાજ્યના ૮ મહાનગરોમાં કરવાની જાહેરાત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી મૌલિન વૈષ્ણવે જણાવ્યું હતું કે, જી.એસ.પી.સી. નું રૂ.૨૦,૦૦૦/- કરોડનું કૌભાંડ છાવરવા માટે લેવાયેલ આ નિર્ણય રાષ્ટ્રના હિતમાં નથી. એટલું જ નહિ, રાષ્ટ્રની ઓ.એન.જી.સી. જેવી સંસ્થામાં ભારે ખોટ ધરાવતી જી.એસ.પી.સી.નું મર્જરનો વિચાર એ રાષ્ટ્રીયદ્રોહ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો